5 જઈ ઈ બાયુ કબર પાહે પુગી અને અંદર ગયુ, તો તેઓએ જોયું કે, એક જુવાન માણસ ઉજળા લુગડા પેરેલા એની જમણી બાજુ બેઠો હતો અને તેઓ બીય ગયુ
એનું રૂપ વીજળીની જેવું અને એના લુગડા બરફ જેવા ઉજળા હતા.
યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં હાજર ઘણાય લોકો બોવ હેરાન થય ગયા અને આ કારણે ઈ એકબીજાને પૂછવા લાગ્યા કે, “આ ક્યા પરકારનું શિક્ષણ છે? અમે કોયદી કોયને આટલા અધિકારથી શિક્ષણ આપતા નથી હાંભળ્યું! ઈ અધિકારથી મેલી આત્માને ખીજાય છે અને ઈ એનુ માનેય છે.”
અને ઈ પિતર, યાકુબ અને એનો ભાઈ યોહાનને પોતાની હારે બગીસામાં આગળ લય ગયો, અને ઈ બોવ દુખી અને ઉદાસ થય રયો હતો.
પણ જઈ તેઓએ કબરની બાજુ જોયું, તો તેઓનું ધ્યાન ન્યા ગયુ કે, ઈ મોટો પાણો કબરના દરવાજા પાહેથી ગબડી ગયેલો હતો.
જેમ જ બધાય લોકોએ ઈસુને જોયો, તેઓ બધાય બોવ નવાય પામવા લાગ્યા, અને એની બાજુ ધોડીને એને સલામ કરી.
એને જોયને ઝખાર્યા ગભરાય ગયો અને ઈ ઘણોય બીય ગયો.
તઈ ઈ બીજો ચેલો પણ કબરની પાહે પૂગ્યો હતો, એણે અંદર જયને જોયું કે, ઈસુ મરણમાંથી પાછો જીવતો ઉઠયો છે, ઈ જોયને એણે વિશ્વાસ કરયો.