3 અને તેઓ અંદરો અંદર કેતી હતી કે, “આપડી હાટુ ડુંઘરામાં કબરના મોઢાં ઉપરથી પાણો કોણ ગબડાવશે?”
પછી અઠવાડીયાનાં પેલા દિવસે વેલી હવારમાં, તેઓ ડાટવાની ગુફાની બાજુ ગય અને સુરજ ઉગતાની હારે તરત જ પછી તેઓ ન્યા પુગી ગય.
પણ જઈ તેઓએ કબરની બાજુ જોયું, તો તેઓનું ધ્યાન ન્યા ગયુ કે, ઈ મોટો પાણો કબરના દરવાજા પાહેથી ગબડી ગયેલો હતો.
અઠવાડીયાનાં પેલા દિવસે વેલી હવારે મગદલા શહેરની મરિયમ કબર પાહે ગય જ્યાં ઈસુનું દેહ હતું ન્યા અંધારું હતું મરિયમે જોયુ કે, કબરના મોઢાં ઉપરથી પાણો ગબડાવેલો હતો.