ઈ બોતેર લોકો જેઓને ઈસુએ નીમ્યા હતાં તેઓએ જયને જેમ એણે કીધું હતું એમ કરયુ. જઈ ઈ પાછા આવ્યા તઈ તેઓ બોવ રાજી હતા. તેઓએ કીધું કે, “પરભુ, અમે પણ તમારા અધિકારથી લોકોમાંથી મેલી આત્માઓને નીકળવાનો હુકમ કરયો અને તેઓએ પણ અમારુ માન્યું.”
હવે ઈ સ્વર્ગમા પરમેશ્વરનાં જમણા હાથે માનની જગ્યાએ બેઠેલો છે. અને બાપે જેવો ઈસુને વાયદો કરયો હતો, એને પવિત્ર આત્મા દીધો અને એણે પવિત્ર આત્મા આપણને દીધો છે, જેમ કે, આજે તમે જોવો અને હાંભળો છો.
કોયને સમત્કારી કામો કરવાનું; અને કોયને સંદેશો આપવાનું; કોયને આત્માઓને પારખવાનું, અને કોયને જુદી-જુદી ભાષા બોલવાનું અને કોયને ભાષાંતર કરવાનું કૃપાદાન આપવામાં આવેલું છે.
પણ, બીજી ભાષામાં બોલે છે, ઈ માણસની હારે નય, પણ પરમેશ્વરની હારે વાત કરે છે, ઈ હાટુ કે કોય એની ભાષાને હંમજી હકતા નથી. કેમ કે, આવો માણસ પવિત્ર આત્માના સામર્થ્યમાં મરમની હાસાયના વિષે બોલે છે.