Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 16:16 - કોલી નવો કરાર

16 જે કોય મારી ઉપર વિશ્વાસ કરે અને નિશાનીના રૂપમાં જળદીક્ષા લેય, તો ઈ મારી ઉપર અત્યારે જ વિશ્વાસ કરે છે, ઈ પરમેશ્વર દ્વારા પોતાના પાપો હાટુ અપરાધી થવાથી બસાવવામાં આયશે. પણ જે વિશ્વાસ નય કરે, ઈ અપરાધી ઠરશે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 16:16
36 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈ હાટુ તમે જઈને બધી જાતિના લોકોને ચેલા બનાવો; અને તેઓને બાપ અને દીકરા અને પવિત્ર આત્માના નામે જળદીક્ષા આપતા જાવ.


“પરમેશ્વરનો નક્કી કરેલ વખત આવી ગયો છે, અને પરમેશ્વરનું રાજ્ય ઢુંકડુ આવી ગયુ છે. તમારા પાપીલા કામોનો પસ્તાવો કરો અને હારા હમાસાર ઉપર વિશ્વાસ કરો.”


મારગની કોરે પડેલા જેઓ હાંભળનારા છે, તઈ શેતાન આવીને એના મનમાંથી વચનને ભુલાવી દેય છે, એવું નો થાય કે, પરમેશ્વર ઉપર વિશ્વાસ કરીને તારણ પામે,


પણ આ ઈ હાટુ લખેલુ છે કે, જેથી તમે વિશ્વાસ કરો કે, ઈસુ મસીહ જ પરમેશ્વરનો દીકરો છે અને એની ઉપર વિશ્વાસ કરીને એના નામથી તમને જીવન મળે.


જે કોય દીકરા ઉપર વિશ્વાસ કરે છે એને અનંતકાળનું જીવન છે, પણ જે કોય દીકરાની ઈચ્છા મુજબ નથી હાલતું તેઓ જીવન નય જોહે, પણ પરમેશ્વરનો કોપ તેઓની ઉપર રેહે.


ઈસુએ જવાબ દીધો કે, “હું તમને હાસે હાસુ કવ છું કે, જ્યાં હુધી માણસ પાણીથી અને પવિત્ર આત્મામાંથી જનમ પામ્યો નો હોય ન્યા હુધી, પરમેશ્વરનાં રાજ્યમાં ઈ જય હકતો નથી.


હું તમને હાસે હાસુ કવ છું કે, જે મારા વચન હાંભળે છે, અને મને મોકલનારા ઉપર વિશ્વાસ કરે છે, એનાથી અનંતકાળનું જીવન છે, ઈ ગુનેગાર ઠરશે નય, પણ ઈ મોતમાંથી નીકળીને જીવનમાં આવ્યો છે.


ઈસુએ તેઓને કીધું કે, “જેને એણે મોકલ્યો છે એની ઉપર તમે વિશ્વાસ કરો, ઈજ પરમેશ્વરનું કામ છે.”


ઈસુએ તેઓને કીધું કે, “જીવનની રોટલી હું છું. જે મારી પાહે આયશે એને હું ભૂખ નય લાગે જે મારી ઉપર વિશ્વાસ કરે છે, એને કોયદી તરસ નય જ લાગે.


કેમ કે, મારા બાપની ઈચ્છા ઈ છે કે, જે કોય દીકરાને જોયને એની ઉપર વિશ્વાસ કરશે એને અનંતકાળનું જીવન મળશે, એને છેલ્લા દિવસે હું એને પાછો જીવતો ઉઠાડય.”


ઈ હાટુ હું તમને કવ છું કે, તમારા પાપ માફ થયા વગર તમે મરી જાહો જો તમે મારી ઉપર વિશ્વાસ નથી કરતાં કે, હું ઈજ છું, તો તમારા પાપ માફ થયા વગર તમે મરી જાહો.”


બધાય આગમભાખીયા એની સાક્ષી આપે છે કે, જે કોય એના ઉપર વિશ્વાસ કરશે, એને એના નામથી પાપોની માફી મળશે.”


અને જે વાતોથી તમે મૂસાના નિયમ દ્વારા ગુનેગાર ઠરાવતા હતાં, ઈ જ બધીય વાતોથી દરેક વિશ્વાસ કરનારા ઈસુ મસીહ દ્વારા ગુનેગાર ઠરતા નથી.


તઈ પાઉલ અને બાર્નાબાસે બીક વગર કીધું કે, “જરૂરી હતું કે, પરમેશ્વરનું વચન પેલા તમને હંભળાવવામાં આવ્યું હોત, પણ હવે તમે એનો નકાર કરો છો, અને આપણને અનંતકાળનું જીવન પામવા હાટુ લાયક નથી હમજતા, ઈ હાટુ હવે બિનયહુદી લોકોની પાહે આયશે.


પિતરે તેઓને કીધું કે, “પાપ કરવાનું બધ કરો અને દરેક માણસ પોત પોતાના પાપોનો પસ્તાવો કરી ઈસુ મસીહના નામથી માફી માગીને જળદીક્ષા લેય તો પવિત્ર આત્માથી વરદાન પામશો.


જે કાય પિતરે કીધું, એના ઉપર જેણે વિશ્વાસ કરયો તેઓએ જળદીક્ષા લીધી, ઈ જ દિવસે વિશ્વાસી ટોળામાં લગભગ ત્રણ હજાર માણસો જોડાય ગયા.


હવે કેમ મોડું કર છો? ઉઠ, જળદીક્ષા લે, અને એનુ નામ લયને પાપોની માફી માંગી લે.”


નય! કોયદી નય! જો પરમેશ્વર આપડા યહુદીઓનો ન્યાય કરવામા ન્યાયી નથી, તો ઈ જગતના લોકોનો ન્યાય કેવી રીતે કરી હકે?


પણ આપડી હાટુ પણ છે, જેને પરમેશ્વર ન્યાયી જાહેર કરશે, એટલે જો આપડે પરમેશ્વરમાં વિશ્વાસ કરશું, જેણે આપડા પરભુ ઈસુને મરણમાંથી જીવતા કરયા, તો આપડે પણ વિશ્વાસના કારણે ન્યાયી માનવામાં આયશું.


અને જે લોકો પરમેશ્વરને નથી ઓળખતા, અને પરભુ ઈસુ મસીહના હારા હમાસારને માનતા નથી, તેઓને ઈ સજા આપશે.


અને જેટલા લોકો હાસ ઉપર વિશ્વાસ નથી કરતાં, પણ પાપ કરવાથી રાજી થાય છે, તેઓ બધાયને સજા મળશે.


મસીહે જે કાય કરયુ છે, એની લીધે તમે પરમેશ્વર ઉપર ભરોસો કરી રયા છો, જેણે મસીહને મોતમાંથી પાછો જીવતો કરી દીધો, એને બોવ જ માન દીધુ ફળ સ્વરૂપે પરમેશ્વર ઈ જ છે, જેની ઉપર તમે ભરોસો કરી રયા છો અને આશા રાખો છો કે ઈ તમારી હાટુ મહાન કામ કરશે.


આ પાણી ઈ પાણીની આગેવાની કરે છે જેમાં આપડે જળદીક્ષા લેયી છયી, જેનાથી પરમેશ્વર આપણને બસાવે છે. કેમ કે, એણે ઈસુ મસીહને મરેલામાંથી જીવતા કરયા હતા. ઈ પાણી ખરેખર આપડા દેહથી મેલ દુર કરતુ નથી. એની બદલે એવુ દેખાડે છે કે, આપડે પરમેશ્વરને વિનવણી કરી છયી કે ઈ આપણને ભરોસો દેય કે, એણે આપડા પાપ દુર કરી દીધા છે.


પણ જે સતાવણીની બીકથી મને છોડી દેય છે અને મારી ઉપર વિશ્વાસ કરવાનું છોડી દેય છે એને ગંધકની આગમાં ફેકી દેવામાં આયશે, એવી જ રીતે એને પણ જે ભુંડુ કરે છે અને હત્યાઓ કરે છે અને છીનાળવાઓ કરે છે અને પોતાના સાથીઓની હારે મેલી વિદ્યા કરે છે અને મૂર્તિનું ભજન કરે છે અને બધુય ખોટુ બોલનારા એને પણ ગંધકની આગમાં નાખી દેવામાં આયશે, આને જ બીજુ મોત કેવાય છે.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ