11 પણ મરિયમે એને કીધું કે, “ઈસુ જીવતો છે, અને મે આઘડી જ એને જોયો છે!” તઈ તેઓએ વિસારયું કે આ હાસુનો થય હકે.
અને તેઓએ એને જોયને એનું ભજન કરયુ, પણ કેટલાકે શંકા કરી કે, ઈ ફરી જીવતો થયો છે.
આ હાંભળીને ઈસુએ તેઓને જવાબ આપતા કીધુ કે, “ઓ અવિશ્વાસી લોકો, ક્યા હુધી હું તમારી હારે રેય? અને ક્યા હુધી હું તમારું સહન કરય? ઈ છોકરાને મારી પાહે લીયાવો.”
પણ ગમાડેલા ચેલાઓને આ શબ્દો નકામી વાતોની જેવા લાગયા, અને તેઓએ ઈ બાયુ ઉપર વિશ્વાસ નો કરયો.
જઈ હરખથી તેઓને વિશ્વાસ નોતો થયો કે, ઈસુ જીવતો હતો, અને નવાય પામતા હતાં, તઈ એણે તેઓને પુછયું કે, “શું તમારી પાહે ખાવાનું કાય પડયું છે?”
જઈ બીજા ચેલાઓ કેવા લાગ્યા કે, “અમે પરભુને જોયા છે, તઈ થોમાએ એને કીધું કે, જ્યાં લગી એના હાથમાં ખીલાઓના ઘા જોવ નય અને મારી આંગળી ખીલાઓના ઘાની જગ્યાએ મુકુ નય અને એની છાતીના પડખામા મારો હાથ મુકુ નય, ન્યા હુંધી હું વિશ્વાસ નય કરું કે, ઈ મરણમાંથી પાછો જીવતો થય ગયો છે.”