Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 16:1 - કોલી નવો કરાર

1 આગલી હાંજે, વિશ્રામવારનો દિવસ વીતી ગયા પછી, મગદલા શહેરની મરિયમ અને શાલોમી અને મરિયમ જે યાકુબની માં હતી, તેઓ સુંગધિત તેલ વેસાતી લયને આવી જેથી યહુદી રીવાજ પરમાણે ઈસુની લાશ ઉપર સોળી હકે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 16:1
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

આ વખતે, ઈસુ બેથાનિયા ગામમાં હતો. સિમોન કોઢિયાના ઘરે ખાવા હાટુ બેઠો હતો તઈ એક બાય ઘરમાં આવી. ઈ એક આરસની શીશી લીયાવી હતી. આ શીશીમાં અત્તર ભરેલું હતું. અત્તર શુદ્ધ જટામાંસીના તેલથી બનાવવામાં આવ્યું હતું, ઈ હાટુ એની કિંમત બોવ મોઘી હતી. એણે શીશીના ઢાકણાને તોડીને ઈસુને માન આપવા હાટુ એના માથા ઉપર બધુય અત્તર નાખી દીધું.


આ બાયે મારા મરયા પેલા મારા માથા ઉપર અંતર નાખ્યુ છે, જેથી મારા દેહને ડાટવા હાટુ તૈયાર કરવામા આવી હકે છે, ઈ મારી હાટુ આટલું જ કરી હકતી હતી.


કેટલીક બાયુ પણ આધેથી જોતી હતી. બાયુંના આ જૂથમાં મરિયમ પણ હતી જે મગદલા નામના શહેરથી હતી, અને શાલોમી અને મરિયમ જે નાનો યાકુબ અને યોસેની માં હતી.


યુસુફ નામનો એક માણસ હતો, જે અરિમથાઈ શહેરનો હતો. ઈ એક મહાસભાનો પ્રમુખ સદસ્ય હતો અને જે પોતે પરમેશ્વરનાં રાજ્યની વાટ જોતો હતો. એણે હિંમત રાખીને પિલાત પાહે ગયો અને ઈસુની લાશની માગ કરી જેથી એને ડાટી હકે. એણે આવું ઈ હાટુ કરયુ કેમ કે, આ તૈયારીનો દિવસ હતો અને પેલા હાજ પડવા આવી હતી. આ યહુદીઓના આરામના દિવસ પેલાનો દિવસ હતો, જઈ લાશને ડાટવા લય જાવાની મનાય હતી.


અને એને જ્યાં મુક્યો હતો ઈ મગદલા શહેરની મરિયમ અને નાનો યાકૂબ અને યોસેની માં મરિયમ, જોય રયા હતા.


પછી અઠવાડીયાનાં પેલા દિવસે વેલી હવારમાં, તેઓ ડાટવાની ગુફાની બાજુ ગય અને સુરજ ઉગતાની હારે તરત જ પછી તેઓ ન્યા પુગી ગય.


તેઓ બારે નીકળીને ઈસુની કબર પાહેથી ધોડીને ગય; કેમ કે, તેઓને હાસીન બીક અને નવાય લાગી હતી; અને તેઓએ કોયને કાય કીધું નય; કેમ કે, તેઓ બીય ગય હતી.


આ ઈ દિવસ હતો જે યહુદી લોકોના વિશ્રામવાર હાટુ લોકો તયારી કરે. અને ઈ જલ્દીથી સુરજ આથમવાનો હતો, અને વિશ્રામવારની શરૂઆત થાવાની હતી.


અને પોતાના ઘરોમાં આવીને બાયુઓ ઈસુના દેહ ઉપર મસાલા અને સુગંધિત અત્તર મુકવા હાટુની તૈયારી કરી, અને યહુદી વિશ્રામવારના દિવસે તેઓએ મુસાના આજ્ઞા પરમાણે આરામ કરો.


અઠવાડીયાનાં પેલા દિવસે વેલી હવારે જે સુગંધી વસ્તુઓને તેઓએ તૈયાર કરી હતી, ઈ બાયુ કબર ઉપર આવી.


ઈસુની માં એના વધસ્થંભ પાહે ઉભી હતી એની માંની બેન ક્લોપાસની બાયડી મરિયમ અને મગદલા શહેરની મરિયમ પણ ન્યા હતી.


તઈ ઈ તૈયારીનો દિવસ હતો, અને બીજો દિવસ વિશ્રામવારનો હતો અને પાકનો તેવારનો પણ દિવસ હતો. આ ખાસ દિવસ હતો એટલે ઈ નોતા ઈચ્છતા કે, તેઓના દેહ વધસ્થંભ ઉપર રયા. ઈ હાટુ યહુદી લોકોએ પિલાતને વિનવણી કરી કે, તેઓના પગને ભાગી નાખવામાં આવે, ઈ હાટુ કે એનુ મોત જલ્દી થય જાય, અને દેહને નીસે ઉતારી હકે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ