8 અને લોકોનું ટોળું પિલાતની પાહે આવ્યું અને એનાથી એક કેદીને છોડી દેવા હાટુ કેવા લાગ્યા જેવું ઈ સદાય કરતો હતો.
હવે રાજ્યપાલનો એવો રીવાજ હતો કે, ઈ તેવારમાં લોકો હાટુ એક કેદીને જેને તેઓ ઈચ્છતા હતાં, એને ઈ છોડી દેતો હતો.
પછી ઈસુ અને એના ચેલાઓ કપરનાહૂમ શહેર મુકીને તેઓ યહુદીયા જિલ્લાથી થયને યર્દન નદીને ઓલે કાઠે વયા ગયા, વળી એકવાર એની પાહે એક મોટુ ટોળુ ભેગુ થય ગયુ, અને ઈ પોતાની રીત પરમાણે તેઓને પાછુ શિક્ષણ આપવા લાગ્યો.
ઈ વખતે બારાબાસ નામનો એક માણસ જે બળવાખોરોની હારે જેલખાનામાં હતો, જેણે રોમી સરકારની વિરુધ હુલ્લડમાં કેટલાક લોકોને મારી નાખ્યા હતા.
પિલાતે તેઓને આ જવાબ આપ્યો કે, “શું તમે ઈચ્છો છો કે, હું તમારી હાટુ યહુદીઓના રાજાને છોડી દવ?”