7 ઈ વખતે બારાબાસ નામનો એક માણસ જે બળવાખોરોની હારે જેલખાનામાં હતો, જેણે રોમી સરકારની વિરુધ હુલ્લડમાં કેટલાક લોકોને મારી નાખ્યા હતા.
ઈ વખતે પણ ઈસુ બારાબાસ નામનો એક પ્રખ્યાત કેદી હતો.
હવે દરેક તેવાર વખતે, પિલાત સદાય કોય એક કેદીને જેને તેઓ ઈચ્છતા હતાં, તેઓની હાટુ એક કેદીને છોડી દેતો હતો.
અને લોકોનું ટોળું પિલાતની પાહે આવ્યું અને એનાથી એક કેદીને છોડી દેવા હાટુ કેવા લાગ્યા જેવું ઈ સદાય કરતો હતો.
અને હુલ્લડ અને હત્યા કરવાનાં કારણે જે માણસ જેલખાનામાં પુરાણો હતો, તેઓના માંગવાની લીધે પિલાતે છોડી દીધો, પણ એણે ઈસુને તેઓની ઈચ્છા પરમાણે હોપી દીધો.