એણે ઈસુની લાશને વધસ્થંભથી નીસે ઉતારી લીધી, અને એને મોઘા મખમલના ખાપણમાં વીટાળી લીધી અને ઈ લાશને એક ડાટવાની ગુફામાં રાખી દીધી, જે પાણાને કોતરીને બનાવામાં આવી હતી. પછી એણે એક મોટો ગોળ આકારનો પાણો ગબડાવ્યો અને એને કબરવાળી ગુફામાં અંદરના દરવાજાને બંધ કરવા હાટુ રાખી દીધો.
આગલી હાંજે, વિશ્રામવારનો દિવસ વીતી ગયા પછી, મગદલા શહેરની મરિયમ અને શાલોમી અને મરિયમ જે યાકુબની માં હતી, તેઓ સુંગધિત તેલ વેસાતી લયને આવી જેથી યહુદી રીવાજ પરમાણે ઈસુની લાશ ઉપર સોળી હકે.