40 કેટલીક બાયુ પણ આધેથી જોતી હતી. બાયુંના આ જૂથમાં મરિયમ પણ હતી જે મગદલા નામના શહેરથી હતી, અને શાલોમી અને મરિયમ જે નાનો યાકુબ અને યોસેની માં હતી.
ફિલિપ અને બર્થોલ્મી, થોમા અને માથ્થી જે દાણી હતો, અલ્ફીનો દીકરો યાકુબ અને થાદ્દી,
શું ઈ સુથારનો દીકરો નથી? એની માનું નામ મરિયમ નથી? શું યાકુબ અને સિમોન અને યહુદાએના ભાઈઓ નથી? તો આ માણસની પાહે આવું ક્યાંથી?
મગદલા શહેરની મરિયમ અને બીજી મરિયમ ન્યા કબરની હામે બેઠી હતી.
વિશ્રામવારે વેલી હવારે મગદલા શહેરની મરિયમ અને બીજી મરિયમ કબર જોવા આવી.
અને એને જ્યાં મુક્યો હતો ઈ મગદલા શહેરની મરિયમ અને નાનો યાકૂબ અને યોસેની માં મરિયમ, જોય રયા હતા.
આગલી હાંજે, વિશ્રામવારનો દિવસ વીતી ગયા પછી, મગદલા શહેરની મરિયમ અને શાલોમી અને મરિયમ જે યાકુબની માં હતી, તેઓ સુંગધિત તેલ વેસાતી લયને આવી જેથી યહુદી રીવાજ પરમાણે ઈસુની લાશ ઉપર સોળી હકે.
રવિવારની હવારે જઈ ઈસુ મરણમાંથી પાછો જીવીતો ઉઠીયો, તો બધાયની પેલા જે માણસને ઈ જોવા મળ્યું ઈ મગદલાની મરિયમ હતી. પેલાના વખતમાં, ઈસુએ એમાંથી હાત મેલી આત્માઓને બારે કાઢી હતી.
ઈ ઈસુને જોવા માંગતો હતો કે, ઈ કેવો છે, પણ મોટી ગડદીના લીધે, ઈ ઈસુને જોય હક્યો નય કેમ કે, જાખ્ખી બાઠીયો માણસ હતો.
પણ તેમના બધાય ઓળખીતા, અને જે બાયુ ગાલીલ જિલ્લામાંથી ઈસુની હારે આવ્યું હતી, બોવ આઘે ઉભા રયને જે કાય થાતું હતું આ બધુય જોતી હતી.
કેમ કે, બીજા ગમાડેલા ચેલા અને પરભુના ભાઈઓ અને પિતર વિશ્વાસી બાયુને પોતાની હારે લય જાય છે જઈ તેઓ યાત્રા કરે છે, તો મારી પાહે પણ ઈ જ અધિકાર છે.
ઈ વખતે હું ખાલી જે બીજા ગમાડેલા ચેલાને મળી હકયો, ઈ પરભુનો ભાઈ યાકુબ હતો.
આ પત્ર હું પરમેશ્વર અને પરભુ ઈસુ મસીહનો ગમાડેલો ચેલો યાકુબ યહુદી બાર કુળોને લખી રયો છું; જે જગત ભરમાં વિખેરાય છે, ઈ બારેય કુળોને મારા સલામ.