4 પિલાતે ફરી એને પુછયું કે, “શું તુ કાય જવાબ જ નથી દેતો, જો આ તારી ઉપર કેટલા બધાય આરોપો લગાડે છે?”
તઈ પ્રમુખ યાજકે ઉભા થયને એને પુછયું કે, “શું તું કેમ કાય જવાબ નથી દેતો? આ લોકો તારી વિરુધમાં સાક્ષી આપે છે?”
તઈ પિલાતે એને કીધું કે, “તારા વિરુધ તેઓ કેટલી સાક્ષી આપે છે, ઈ શું તું નથી હાંભળતો?”
અને મુખ્ય યાજકો એની ઉપર ઘણીય વાતોનો આરોપ લગાડતા હતા.
ઈસુએ શાંતિ રાખી અને કાય જવાબ દીધો નય, જેથી પિલાતને ઘણીય નવાય લાગી.
ઈ હાટુ પિલાતે એને પુછયું કે, “તુ મારી હામો કેમ નથી બોલતો? શું તુ નથી જાણતો કે, તને છોડી દેવાનો અધિકાર મારી પાહે છે, અને તને વધસ્થંભ ઉપર સડાવવાનો પણ અધિકાર મારી પાહે છે?”