39 જે ફોજદાર એની હામે ઉભો હતો, જઈ એણે એનો અવાજ હાંભળો અને જોયું કે ઈ કેવી રીતે મરી ગયો તો એણે કીધું કે, “આ હાસુ છે કે, આ માણસ પરમેશ્વરનો દીકરો હતો.”
એણે પરમેશ્વરનો વિશ્વાસ રાખ્યો છે, જો ઈ એને ગમાડતો હોય, તો હમણા જ એને છોડાવે કેમ કે, એણે કીધુ હતું કે, “હું પરમેશ્વરનો દીકરો છું”
તઈ ફોજદાર અને એની હારે જેઓ ઈસુનું ધ્યાન રાખતા હતા, તેઓ ધરતીકંપ અને જે જે થયુ, ઈ જોયને બોવ બીય ગયા અને કીધું કે, “આ હાસુ છે કે, આ માણસ પરમેશ્વરનો દીકરો હતો.”
કાઈસારિયા શહેરમાં કર્નેલ્યસ નામનો એક માણસ રેતો હતો, જે ઈટાલીયન નામની ટુકડીના હો સિપાયનો અધિકારી હતો.
પણ હો સિપાયોના અધિકારીને પાઉલને બસાવવાની ઈચ્છાથી, એને ઈ વિસારથી રોકયો, અને આ કીધું કે, જેને તરતાં આવડે છે ઈ પેલા કુદકો મારીને કાઠા ઉપર વયા જાય,