38 અને ઈ જે મોટો પડદો મંદિરમાં લટકેલો હતો, જે બધાયને પરમેશ્વરની હાજરીમાં અંદર આવવામાં રોકતો હતો, ઉપરથી નીસે હુધી બે ભાગમાં ફાટી ગયો.
ન્યા સુરજનું અંજવાળું નોતું. અને મંદિરની અંદર પવિત્ર જગ્યામાં જાડો પડદો લટકાયેલો હતો, જે બધાય લોકોને પરમેશ્વરની હાજરીમાં જાવાથી રોકતો હતો, ઈ ઉપરથી નીસે હુધી બે ભાગ થયને ફાટી ગયો.
ઈ આશા આપડા આત્માની હાટુ ખીલાથી બાંધેલી હોડીની જેમ હાસવેલી અને ભરોસો કરવા જેવી અને પવિત્ર જગ્યામાં જાનારી છે.