35 ઈ લોકોમાંથી કેટલાકે જે એની પાહે ઉભા હતાં, એણે હાંભળ્યું, પણ તેઓ હમજી હક્યાં નય અને એકબીજાથી કીધું કે, “હાંભળો, ઈ આગમભાખનાર એલિયાને સ્વર્ગમાંથી પોતાની મદદ કરવા હાટુ બોલાવે છે.”
ત્રણ વાગ્યાની આસપાસ, ઈસુએ ઉસા શબ્દોથી બોલાવીને કીધું કે, “એલોઈ, એલોઈ, લમાં શબકથની?” જેનો અરથ “હે મારા પરમેશ્વર! હે મારા પરમેશ્વર! તે મને કેમ મુકી દીધો છે?”
ઈ લોકોમાંથી એક માણસ ધોડ્યો અને એક પન્સ લયને સરકામાં બોળી દીધુ. એણે એને એક હોટીની ટોસે બાંધી એને ઈસુના મોઢા પાહે પુગાડયું જેથી ઈ જેમાંથી કાક સરકો સુહી હકે. એણે કીધું કે, “ઉભા રયો કાય નો કરો. આપડે જોવું જોયી કે, આગમભાખીયો એલિયા આયશે અને એને વધસ્થંભેથી ઉતારવામાં આયશે કે નય.”