25 હવારના નવ વાગા હતાં જઈ તેઓએ ઈસુને વધસ્થંભ જડયો.
બોપરથી લગભગ ત્રણ કલાક હુધી આખા દેશમાં અંધારું થય ગયુ.
અને બપોરના બાર વાગ્યા તઈ આખા દેશમાં અંધારું છવાય ગયુ, અને નવમી કલાકે લગભગ ત્રણ વાગ્યાની આસપાસ હુધી રયુ.
ત્રણ વાગ્યાની આસપાસ, ઈસુએ ઉસા શબ્દોથી બોલાવીને કીધું કે, “એલોઈ, એલોઈ, લમાં શબકથની?” જેનો અરથ “હે મારા પરમેશ્વર! હે મારા પરમેશ્વર! તે મને કેમ મુકી દીધો છે?”
અને બપોરનાં લગભગ બાર વાગ્યેથી ત્રણ વાગ્યા હુધી આખા દેશમાં અંધકાર છવાય ગયો.
તો ઈ પાસ્ખા તેવાર અગાવ તૈયારીનો દિવસ હતો અને બપોર થાવા આવ્યો હતો, પિલાતે યહુદી લોકોને કીધું કે, “જોવ, આ તમારો રાજા!”
જેવું તમે તમારા મનમા હમજો છો, આ નશામાં નથી, કેમ કે હજી તો હવારના નવ વાગ્યા છે.