“ઈ બાળક ક્યાં છે? જે યહુદી લોકોનો રાજા બનવા હાટુ જનમો છે. એના જનમના વિષે બતાવનારા તારાને અમે અમારા દેશમાં જોયો અને યરુશાલેમમાં અમે એનું ભજન કરવા આવ્યા છયી.”
અને તેઓએ ઈસુના માથાની ઉપર વધસ્થંભે આરોપનામું લગાડયુ, જેની ઉપર ઈ કારણ લખ્યું હતું કે, તેઓ કેમ એને ખીલા મારીને વધસ્થંભે સડાવતા હતા. અને એની ઉપર લખ્યું હતું કે, “યહુદીઓનો રાજા છે.”