13 ઈ ટોળાએ પાછી રાડો પાડી કે, “એને વધસ્થંભે સડાવો.”
આ હાંભળીને પિલાતે ફરીથી તેઓને પુછયું કે, “તો જેને તમે યહુદીઓનો રાજા કયો છો, એને હું શું કરું?”
પિલાતે તેઓને પુછયું કે, “કેમ, એણે શું ગુનો કરયો છે?” પણ હજી ટોળાએ વધારે રાડો પાડીને બોલ્યા કે, “એને વધસ્થંભે સડાવો.”
પણ લોકોએ રાડ પાડીને કીધું કે, “એને વધસ્થંભે સડાવી દયો, વધસ્તંભે સડાવી દયો.”
ઈસુને મારી નાખવા લાયક સજા મળે એવુ કોય કારણ તેઓને નો મળ્યું, તો પણ તેઓએ પિલાતને વિનવણી કરી કે, એને મારી નાખવામાં આવે.