અને તેઓએ આ કયને ઈસુ ઉપર આરોપ લગાડો કે, “આ માણસ અમારા લોકોને ઉશ્કેરે છે, અને રોમી સમ્રાટને વેરો ભરવાની ના પાડે છે અને પોતે મસીહ, ઈ હાટુ રાજા હોવાનો દાવો કરે છે.”
ઈ જ પરમેશ્વરે પરભુને તારનાર પદ ઉપર બેહાડયો, જેથી ઈઝરાયલ દેશના લોકો પાપ કરવાનું બંધ કરે અને પરમેશ્વરની તરફ વળે, અને લોકો એના દ્વારા પાપોની માફી માંગી હકે.