11 પણ મુખ્ય યાજકોએ લોકોના ટોળાને સડાવ્યા કે, તેઓ પિલાતને ઈસુને છોડી દેવાના બદલે બારાબાસને છોડી દેવાની માગણી કરે.
પણ મુખ્ય યાજકોએ અને વડીલોએ લોકોને સડાવ્યા કે, તેઓ બારાબાસને છોડી દેવા માગે અને ઈસુને મારી નખાવે.
કેમ કે ઈ જાણતો હતો કે, મુખ્ય યાજકોએ ઈર્ષાના કારણે ઈસુને પકડાવી દીધો છે.
આ હાંભળીને પિલાતે ફરીથી તેઓને પુછયું કે, “તો જેને તમે યહુદીઓનો રાજા કયો છો, એને હું શું કરું?”
તઈ યહુદીઓએ પાછળથી રાડ નાખીને કીધું કે, “નય એને તો નય જ! પણ બારાબાસને છોડી દયો. હવે બારાબાસ એક લુટારો હતો.”
તમે એક પવિત્ર અને ધાર્મિક માણસનો નકાર કરયો છે, પણ એક હત્યારાને મુકવા માંગ્યો.