9 હું તમને હાસુ કવ છું કે, આખા જગતમાં જ્યાં ક્યાય પણ આ હારા હમાસારનો પરચાર કરવામાં આયશે, ન્યા ઈ બાયે જે કાય પણ કરયુ છે, ઈ એની યાદગીરી રીતે કેવામાં આયશે.”
બધી જાતિઓના લોકોને સાક્ષી થાવા હાટુ પરમેશ્વરનાં રાજ્યના હારા હમાસાર આખા જગતમાં પરચાર કરાહે, અને તઈ જ આખા જગતને અપનાવાનો અવસર મળશે, અને અંત આવી જાહે.
જ્યાં લાશ હોય ન્યા ગીધો ભેગા થાહે.
તઈ ઈસુએ પાહે આવીને તેઓને કીધું કે, “જગતમાં દરેક જગ્યાએ જાવ અને બધાય લોકોની વસે હારા હમાસારનો પરચાર કરો.