પણ ઈ પાછો ફરી ગયો. અને ઘડીક વારમાં પછી તેઓએ જે પાહે ઉભા હતાં તઈ પિતરને કીધું કે, હાસીન તુ તેઓમાંથી એક છો કેમ કે, “તુ જેવી રીતેથી બોલે છે, એનાથી ખબર પડે છે કે, તુ પણ ગાલીલ જિલ્લામાંથી છે. ઈ હાટુ આ પાકું છે કે, તુ એના ચેલાઓમાંથી એક છે.”
તઈ તરત બીજીવાર કુકડો બોલ્યો અને પિતરને ઈસુએ કીધેલી ઈ વાત યાદ આવી કે, “આજે હવારે કુકડો બીજીવાર બોલ્યા અગાવ તુ મારો ત્રણ વાર નકાર કરય.” જઈ પિતર પોતાના દુખને કાબુ નો કરી હક્યો તઈ ઈ કુટી કુટીને રોવા લાગ્યો કેમ કે, ઈ દુખી હતો કે એણે ઈસુને નકાર કરી દીધો હતો.