66 જઈ પિતર આંગણામાં તાપની પાહે હતો, તઈ પ્રમુખ યાજકની દાસીમાંથી એક ન્યા આવી.
તઈ મુખ્ય યાજકો અને યહુદી લોકોના વડીલો કાયાફાસ નામે પ્રમુખ યાજકના ઘરના ફળીયામાં ભેગા થયાં.
પિતર છેટો રયને ઈસુની વાહે વાહે પ્રમુખ યાજકના ઘરના આંગણામાં આવ્યો, અને અંદર જયને શું થાહે? ઈ જોવા હાટુ સોકીદારોની પાહે બેહી ગયો.
પિતર ઘણોય આઘે વાહે વાહે હાલતો ઠેઠ પ્રમુખ યાજકના ઘરના આંગણામાં વયો ગયો અને મંદિરના રખેવાળની પાહે બેહીને તાપણામાં તાપવા લાગ્યો.