60 પછી પ્રમુખ યાજકે મહાસભાની હામે ઉભા થયને ઈસુને પુછયું કે, “શું તું કાય જવાબ કેમ દેતો નથી? આ લોકો તારી વિરુધમાં સાક્ષી આપે છે.”
એના પછી પણ તેઓની સાક્ષી એકબીજાની વિરુધમાં જ હતી.
પણ ઈ મૂંગો રયો, અને કાય જવાબ નો દીધો. પણ પ્રમુખ યાજકે એને પાછુ પુછયું કે, “શું તુ મહિમાવાન પરમેશ્વરનો દીકરો મસીહ છે?”