વાહ રે! તું તો કેતો હતોને કે, “મંદિરને પાડી નાખય અને ત્રણ દીવસમાં એને પાછુ બાંધી લેય, તું પોતાની જાતને બસાવ! જો તું પરમેશ્વરનો દીકરો છો, તો વધસ્થંભ ઉપરથી ઉતરી આવ.”
અમે એને આ કેતા હાંભળ્યો કે, હું લોકો દ્વારા બનાવવામાં આવેલું આ મંદિરને તોડી નાખય અને ત્રણ દિવસમાં હું એક બીજુ મંદિર બનાવય જે માણસોના હાથથી બનાવવામાં નો આવ્યું હોય.