55 ઈસુને મારી નાખવા હાટુ મુખ્ય યાજકો અને આખી યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં એની વિરુધ ખોટી સાક્ષીઓ ગોતતા હતા, પણ જડી નય.
પણ હું તમને કવ છું કે, જે કોય પોતાના ભાઈ ઉપર ગુસ્સો કરે છે, તો પરમેશ્વર એનો ન્યાય કરશે, અને જે પોતાના ભાઈને “નકામો” કેહે, તો એને મોટી સભામાં અન્યાયી ઠરાવમાં આયશે, અને જે એને કેહે કે, “તું મુરખ છો,” તો એને નરકની આગમાં નાખી દેવામાં આયશે.
કેમ કે, ઘણાય બધાય એની વિરુધ ખોટી સાક્ષી આપી રયા હતાં, પણ તેઓની સાક્ષી એકબીજાની વિરુધમાં હતી.
તઈ પ્રમુખ યાજકે ઈસુથી એના ચેલાઓ વિષે અને એના શિક્ષણ વિષે પુછયું.
તો પછી તુ મને આ સવાલ કેમ પૂછે છે? જેણે મારો શિક્ષણ હાંભળ્યું છે એને પૂછો કે, મે તેઓને શું કીધું છે. એવું ઈ લોકો જાણે છે.”