ઈસુ હજી બોલતો હતો એટલામાં જોવ, બાર ચેલાઓમાનો એક એટલે યહુદા એક મોટા ટોળાની હારે આવ્યો હતો જે તલવાર અને લાકડીઓ પોતાની હારે લયને આવ્યા હતા. આ લોકોને મુખ્ય યાજકો, યહુદી નિયમના શિક્ષકો અને વડીલો દ્વારા મોકલવામાં આવ્યા હતા.
ઈ જ વખતે ઈસુએ લોકોના ટોળાને કીધુ કે, “શું તમે તલવારો અને લાકડીઓ લયને સોરની જેમ મને પકડવા નીકળી આવ્યા છો? હું દરોજ મંદિરમાં બેહીને શિક્ષણ આપતો હતો, તઈ તમે મને પકડયો નય.”