44 હવે એને પકડાવનાર યહુદાએ તેઓને નિશાની આપી હતી કે, “જેને હું જયને સુંબન કરય ઈજ ઈ માણસ છે, એને પકડી લેજો અને ખાતરીથી લય જાજો.”
ઉઠો, આપડે જાયી, જુઓ, મને દગાથી પકડાવી દેનાર છે ઈ આવી ગયો છે.”
જઈ ઈસુ હજી બોલતો હતો, તઈ યહુદા જે બાર ચેલાઓમાંથી એક હતો, ઈ ન્યા આવ્યો. ઈ એક મોટા ટોળાની હારે આવ્યો હતો જે તલવાર અને લાકડીઓ પોતાની હારે લયને આવ્યા હતા. આ લોકોને મુખ્ય યાજકો, યહુદી નિયમના શિક્ષકો અને વડીલો દ્વારા મોકલવામાં આવ્યો હતો.
અને યહુદા આવ્યો, અને તરત ઈસુની પાહે જયને કીધું કે, “હે ગુરુ!” અને ઈ એને સુમ્યો.
બોવ ફટકા મારીને તેઓને એણે જેલખાનામાં નાખી દીધા, અને જેલખાનામાં સોકીદારોને આજ્ઞા આપી કે, એની હારી રીતે રખેવાળી કરે.
અને કોય વાતમાં વિરોધીથી જરાય બીતા નય. તમારી આ હિંમત તેઓની હાટુ વિનાશની સોખી નિશાની છે, પણ તમારી હાટુ તારણની નિશાની છે, અને ઈ પરમેશ્વર તરફથી છે.
હું પાઉલ પોતાના હાથથી આ પત્રમાં સલામ લખી રયો છું દરેક પત્રમાં હું આ રીતે લખું છું, આ મારી લખવાની નિશાની છે.