પછી ત્રીજીવાર આવીને તેઓને કીધું કે, “શું કામ તમે હજી હુતા છો અને આરામ કરી રયા છો? બસ બોવ થયુ, જોવ, હાંભળો, ઈ વખત આવી ગયો છે જઈ કોય મને, માણસના દીકરાને પાપી લોકોના હાથમાં હોપી દેહે જેથી તેઓ મને પકડી હકે.
જઈ ઈસુ હજી બોલતો હતો, તઈ યહુદા જે બાર ચેલાઓમાંથી એક હતો, ઈ ન્યા આવ્યો. ઈ એક મોટા ટોળાની હારે આવ્યો હતો જે તલવાર અને લાકડીઓ પોતાની હારે લયને આવ્યા હતા. આ લોકોને મુખ્ય યાજકો, યહુદી નિયમના શિક્ષકો અને વડીલો દ્વારા મોકલવામાં આવ્યો હતો.