પછી ત્રીજીવાર આવીને તેઓને કીધું કે, “શું કામ તમે હજી હુતા છો અને આરામ કરી રયા છો? બસ બોવ થયુ, જોવ, હાંભળો, ઈ વખત આવી ગયો છે જઈ કોય મને, માણસના દીકરાને પાપી લોકોના હાથમાં હોપી દેહે જેથી તેઓ મને પકડી હકે.
હવે પિતર અને બીજા ચેલાઓ જે ઈસુની હારે હતાં, તેઓ નિંદરથી ઘેરાયેલા હતાં; પણ જઈ એની નિંદર ઉડી ગય, તઈ તેઓએ ઈસુની મહિમા જોય અને એની હારે ઉભા ઈ બે માણસોને પણ જોયા.
આપડે જાણી છયી કે, શાસ્ત્ર જે કાય કેય છે તેઓને જ કેય છે, જે શાસ્ત્રને આધીન છે ઈ હાટુ જેથી લોકોને બાના બનાવાથી રોકી હકે અને જગતના બધાય લોકો પરમેશ્વરની હામે ગુનાના જવાબદાર છે.