જાગતા અને પ્રાર્થના કરતાં રયો કેમ કે, તમારુ હ્રદય હાસુ કરવા માગે છે, પણ તમારા દેહમાં તાકાતની કમી છે. મારી ઉપર વિશ્વાસ કરવાનું છોડી દેતા નય, જઈ તમારુ પરીક્ષણ થાતું હોય.”
તેઓ માણસો દેહિક હતા ઈ વખતે પોતાના મોતમાંથી બસાવવા હાટુ જે શક્તિશાળી હતા, તેઓની પાહે મોટા અવાજે, આહુડા હારે પ્રાર્થના અને વિનવણી કરી અને તેઓએ આધિનતાથી પરમેશ્વરની વાતોને મહિમા આપી, ઈ હાટુ તેઓની પ્રાર્થના હાંભળવામાં આવી;