38 જાગતા અને પ્રાર્થના કરતાં રયો કેમ કે, તમારુ હ્રદય હાસુ કરવા માગે છે, પણ તમારા દેહમાં તાકાતની કમી છે. મારી ઉપર વિશ્વાસ કરવાનું છોડી દેતા નય, જઈ તમારુ પરીક્ષણ થાતું હોય.”
કેમ કે, આપણી પાપીલી ઈચ્છાઓ આત્માના વિરુધમાં છે અને આત્મા પાપીલી ઈચ્છાઓની વિરુધ છે કેમ કે, આ બેય દુશ્મનો છે, ઈ હાટુ તમે સદાય એવા હારા કામોને નથી કરી હકતા જે આપણે કરવા ઈચ્છીએ છયી.
એથી મારા વાલા ભાઈઓ, તમે જેમ સદાય આધીન રેતા હતાં એમ, ખાલી મારી હાજરીમાં જ નય, પણ હવે વિશેષ કરીને મારી ગેરહાજરીમાં પણ બીક અને ધ્રુજારીથી તમારુ તારણ પુરું થાય એવી કોશિશ કરો.
જાગૃત રયો કેમ કે, શેતાન તમારો વેરી તમારા ઉપર હુમલો કરવા ઈચ્છે છે, જેથી તમે પરમેશ્વરની આજ્ઞાનું પાલન નો કરો, ઈ ગરજનાર સિંહની જેવો છે જે આગળ-પાછળ જાતા જોવે છે કે, ઈ કોયને ખાય હકે.