34 અને તેઓને કીધું કે, “મને એવું લાગે છે કે, હું મરવાની ઘડીમાં છું ઈ હાટુ તમે આયા મારી હારે જાગતા રયો.”
તઈ ઈસુએ તેઓને કીધુ કે, “મને એવું લાગે છે કે, હું મરવાની ઘડીમાં છું, ઈ હાટુ તમે આયા મારી હારે જાગતા રયો.”
હવે મારો જીવ દુખી થયો છે. શું હું આ કવ? “હે બાપ, મને આ પીડાથી હમણા જ બસાવ?” પણ આ જ કારણે; તો હું આ ઘડી હુંધી આવ્યો છું
બધીય વાતોનો અંત પાહે આવી ગયો છે, એટલે તમે સંયમી થાવ અને સાવધાન રયો, જેથી તમે પ્રાર્થના કરી હકો.
જાગૃત રયો કેમ કે, શેતાન તમારો વેરી તમારા ઉપર હુમલો કરવા ઈચ્છે છે, જેથી તમે પરમેશ્વરની આજ્ઞાનું પાલન નો કરો, ઈ ગરજનાર સિંહની જેવો છે જે આગળ-પાછળ જાતા જોવે છે કે, ઈ કોયને ખાય હકે.