31 પણ પિતરે બોવ ભાર દેયને કીધું કે, “જો મારે તારી હારે મરવું પડે તો પણ હું ક્યારેય નય કવ કે, હું તમને નથી ઓળખતો.” આ પરકારે બીજા બધાયે પણ કીધું.
પણ જે કોય લોકોની હામે મારો નકાર કરશે, એનો હું પણ, મારા સ્વર્ગમાના બાપની હામે નકાર કરય.
તેઓએ એને કીધુ કે, “અમારીથી થય હકે છે.” ઈસુએ તેઓને કીધુ કે, “તમને સતાવવામાં આયશે જેમ કે, મને સતાવવામાં આયશે. તમને મારી નાખવામાં આયશે એમ મને પણ મારી નાખવામાં આયશે.
ઈસુએ પિતરને કીધુ કે, “હું તને હાસુ કવ છું કે, આજે રાતે જ કુકડો બે વાર બોલ્યા પેલાથી, તું ત્રણ વાર બોલય કે તું મને ઓળખતો નથી.”
તઈ ઈસુ તેઓની હારે ગેથસેમાને નામે એક ઠેકાણે આવ્યો અને પોતાના ચેલાઓને કીધું કે, “આયા બેહો જ્યાં હુધી હું જયને બાપથી પ્રાર્થના કરી લવ.”
પણ તેઓએ મોટા અવાજથી રાડો પડતા રયા કે, ઈસુને વધસ્થંભે જડાવો, અને તેઓના વારંવાર કેવાના કારણે રાજ્યપાલ પિલાતને તેઓની આગળ નમવુ પડીયું.
પિતરે કીધુ કે, “પરભુ, હું આઘડી તારી વાહે કેમ નથી આવી હકતો? હું તારી હાટુ પોતાનો જીવ પણ આપી દેય.”