22 જઈ તેઓ ખાય રયા હતાં તો ઈસુએ રોટલીનો ટુકડો લીધો, એની હાટુ પરમેશ્વરનો આભાર માનીને તોડી અને એના ચેલાઓને આપી અને કીધુ કે, “લ્યો, અને આ ખાવ આ રોટલી મારું દેહ છે.”
હું, માણસનો દીકરો મરી જાવ કેમ કે, આ શાસ્ત્રમા લખ્યું છે. પણ ઈ માણસને અફસોસ જે મને પકડાવી દેવામાં મદદ કરે છે. જો ઈ જનમો નો હોત તો ઈ માણસ હાટુ હારું હોત.”
એણે તેઓને કીધુ કે, “આ દ્રાક્ષરસ મારું લોહી છે. મારું લોહી કેટલાય લોકો હાટુ બલિદાનની જેમ વહેડાવવામાં આયશે. આ ઈ કરારને સાબિત કરશે જે પરમેશ્વર પોતાના લોકો હારે બનેલું રેય છે.
ઈસુએ પાચ રોટલી અને બે માછલી લયને સ્વર્ગ તરફ જોયને પરમેશ્વરનો આભાર માનીને, રોટલી ભાંગી અને ચેલાઓને આપતા ગયા જેથી તેઓ લોકોને પીરસે, અને ઈ બે માછલીઓ પણ લોકોને પીરસી દીધી.