21 હું, માણસનો દીકરો મરી જાવ કેમ કે, આ શાસ્ત્રમા લખ્યું છે. પણ ઈ માણસને અફસોસ જે મને પકડાવી દેવામાં મદદ કરે છે. જો ઈ જનમો નો હોત તો ઈ માણસ હાટુ હારું હોત.”
જઈ તેઓ ખાય રયા હતાં તો ઈસુએ રોટલીનો ટુકડો લીધો, એની હાટુ પરમેશ્વરનો આભાર માનીને તોડી અને એના ચેલાઓને આપી અને કીધુ કે, “લ્યો, અને આ ખાવ આ રોટલી મારું દેહ છે.”
પછી ઈસુએ તેઓને કીધું કે, “હું તમારી હારે હતો, તઈ મે ઈ વાતો તમને કીધી હતી કે, જે મુસાના શાસ્ત્રમાં અને આગમભાખીયાની સોપડીમા અને ગીતશાસ્ત્રમાં મારી વિષે લખ્યું છે ઈ બધુય પરમેશ્વર પુરું કરશે.”
હા, હેરોદ રાજા અને પોંતિયસ પિલાત હોતન આ નગરમાં બિનયહુદીઓ અને ઈઝરાયલ દેશની હારે ભળીને તારા પવિત્ર ચાકર ઈસુની વિરુધમાં, જેને તે મસીહ રુપે અભિષેક કરયો હતો, હકીકતમાં ભેગા થય ગયા હતા.