ઈસુ હજી બોલતો હતો એટલામાં જોવ, બાર ચેલાઓમાનો એક એટલે યહુદા એક મોટા ટોળાની હારે આવ્યો હતો જે તલવાર અને લાકડીઓ પોતાની હારે લયને આવ્યા હતા. આ લોકોને મુખ્ય યાજકો, યહુદી નિયમના શિક્ષકો અને વડીલો દ્વારા મોકલવામાં આવ્યા હતા.
હું, માણસનો દીકરો મરી જાવ કેમ કે, આ શાસ્ત્રમા લખ્યું છે. પણ ઈ માણસને અફસોસ જે મને પકડાવી દેવામાં મદદ કરે છે. જો ઈ જનમો નો હોત તો ઈ માણસ હાટુ હારું હોત.”
જઈ ઈસુ હજી બોલતો હતો, તઈ યહુદા જે બાર ચેલાઓમાંથી એક હતો, ઈ ન્યા આવ્યો. ઈ એક મોટા ટોળાની હારે આવ્યો હતો જે તલવાર અને લાકડીઓ પોતાની હારે લયને આવ્યા હતા. આ લોકોને મુખ્ય યાજકો, યહુદી નિયમના શિક્ષકો અને વડીલો દ્વારા મોકલવામાં આવ્યો હતો.
જઈ ઈસુ આ કેય રયો હતો, તઈ એક લોકોનું ટોળું આવ્યું, અને બાર ચેલાઓમાંથી એક જેનું નામ યહુદા હતું, ઈ તેઓની આગળ હાલતો હતો, ઈ ઈસુની નજીક આવ્યો, જેથી ઈ ઈસુને સુંબન કરી હકે.