માર્ક 14:2 - કોલી નવો કરાર2 પણ તેઓ કેતા હતાં કે, “આપડે પાસ્ખા તેવારને દિવસે એને પકડવો નો જોયી અને એને નો મારવો જોયી જેનાથી લોકોમા હુલ્લડ થાય.” အခန်းကိုကြည့်ပါ။ |
આ વખતે, ઈસુ બેથાનિયા ગામમાં હતો. સિમોન કોઢિયાના ઘરે ખાવા હાટુ બેઠો હતો તઈ એક બાય ઘરમાં આવી. ઈ એક આરસની શીશી લીયાવી હતી. આ શીશીમાં અત્તર ભરેલું હતું. અત્તર શુદ્ધ જટામાંસીના તેલથી બનાવવામાં આવ્યું હતું, ઈ હાટુ એની કિંમત બોવ મોઘી હતી. એણે શીશીના ઢાકણાને તોડીને ઈસુને માન આપવા હાટુ એના માથા ઉપર બધુય અત્તર નાખી દીધું.