17 જઈ હાંજ પડી તઈ ઈસુ એના બાર ચેલાઓની હારે ઈ ઘરમાં આવ્યો.
જઈ બે ચેલા નીકળીને યરુશાલેમ શહેરમાં આવ્યા, અને જેવું એણે તેઓને કીધુ હતું, એવુ જ મળ્યું, અને તેઓએ પાસ્ખા તેવાર હાટુ ખાવાનું તૈયાર કરયુ.
અને જઈ તેઓ બેહીને ખાતા હતાં, તો ઈસુએ કીધુ કે, “હું તમને હાસુ કવ છું કે, તમારામાંનો એક, જે મારી હારે ખાય છે, મને પકડવા હાટુ મારા વેરીની મદદ કરે.”
જઈ પાસ્ખા ભોજન કરવાનો વખત આયવો, તઈ ઈસુ એના ગમાડેલા ચેલાઓની હારે ખાવા બેઠો.
હું તમારા બધાયના વિષે નથી કેતો, હું જાણું છું કે, કોને-કોને ગમાડીયા છે, પણ એવુ ઈ હાટુ થાય છે કે, શાસ્ત્રમા લખેલુ છે ઈ પુરું થાય કે, જેણે મારી હારે ખાવાનું ખાધું, એણેજ મને દગાથી પકડાવો છે.