પછી ઈસુએ ચેલાઓને પુછયું કે, “જઈ મે તમને બારે ગામડાઓમાં મોકલ્યા, અને તમે કાય રૂપીયા, ભોજન કા જોડા વગરના ગયા તો શું તમને ન્યા કાય જરૂર પડી જે તમને નો મળી હક્યું?” તેઓએ જવાબ દીધો કે “કાય પણ નય!”
મે તમને આ વાતુ ઈ હાટુ કીધી છે કે, જઈ મુશીબતનો વખત આવે તો તમને આ યાદ રેય કે, મે તમને આની વિષે પેલાથી જ કય દીધુ હતું. મે શરૂઆતમાં તમને લોકોને આ વાતુ ઈ હાટુ નથી કીધી કેમ કે, તઈ હું તમારી હારે હતો.