કેમ કે, હું પણ બીજા અધિકારીના આધીનનો માણસ છું, અને સિપાય મારા આધીન છે, જઈ હું એકને કવ કે તું જા તો, ઈ જાય છે, અને બીજાને કવ કે, આવ તો ઈ આવે છે, અને જઈ હું મારા ચાકરને કવ કે, આ કર, તો ઈ કરે છે.
બે દિવસ પછી, પાસ્ખા તેવારના પેલા દિવસે, જઈ તેઓ તેવાર હાટુ ઘેટાનું બલિદાન કરતાં હતાં, ચેલાઓએ ઈસુને પુછયું કે, “તમે અમને ક્યા મોકલવા માગો છો કે, પાસ્ખા તેવાર હાટુ અમે ખાવાનું તૈયાર કરી જેથી આપડે એને ખાય હકી?”