જગતના લોકોને અફસોસ છે! કારણ કે, જે વસ્તુઓને કારણે લોકો પાપ કરે છે આવી વસ્તુઓ તો બનાવવાની જરૂર છે. પણ ઈ માણસને અફસોસ છે જે બીજાને પાપ કરાવવામાં જવાબદાર છે!
કેમ કે, એક જાતિના લોકો બિનયહુદી લોકો ઉપર હુમલો કરશે અને એક રાજ્યના લોકો બીજા રાજ્યના લોકોની વિરુધમાં બાધશે, અને દરેક જગ્યાએ ધરતીકંપ થાહે, અને દુકાળ પડશે. આ ઘટના બાયની આ પીડાની જેમ હોય છે, જઈ ઈ બાળક જણે છે. તેઓ બતાવે છે કે, વધારેને વધારે દુખો આવનાર છે.
અને પાઉલે તેઓને ખુલાશો આપીને સાબિત કરયુ કે, મસીહે દુખ સહેવું, અને મરણમાંથી પાછુ જીવતું ઉઠવું જરૂરી હતું. એણે કીધું કે, “આ ઈસુ જેના વિષે તમને કવ છું, ઈ જ મસીહ છે.”