4 “અમને બતાવો કે, આ બધીય વાતો ક્યારે થાવાની છે? જઈ ઈ બધીય વાતો થાહે તો પેલા શું થાહે જેથી અમે જાણી હકીએ કે, આ બધીય વાતો થાવાની છે?”
અને જઈ ઈસુ જૈતુનના ડુંગર ઉપર બેઠો હતો, તઈ એના ચેલાઓએ એકાંતમાં એની પાહે આવીને એને કીધું કે, ઈ અમને કે, “આ બધીય વાતો ક્યારે થાવાની છે? તારા આવવાની અને જગતના અંતની કાય નિશાની થાહે?”
તઈ ઈસુ મંદિરથી જૈતુનના ડુંઘરા ઉપર વયો ગયો અને ઢોરે બેહી ગયો. પિતર, યાકુબ, યોહાન, અને આંદ્રિયા, ઈસુની પાહે આવ્યા જઈ એની હારે કોય નોતુ અને એનાથી પુછયું કે,
ઈસુ તેઓને કેવા લાગ્યો કે, સાવધાન રયો કે કોય તમને દગો નો આપે.
ચેલાઓએ ઈસુને પુછયું કે, “ગુરુ, તો આ ક્યારે થાહે? જઈ આ વાતુ પુરી થાવાની હશે, તઈ કાય નિશાની દેખાહે?”