36 ઈ ખરેખર સેતવણી વગર આયશે, ઈ હાટુ નજર રાખે. તઈ ઈ જોહે કે, તમે એની હાટુ તૈયાર છો.
જઈ વરરાજાને આવતાં વાર લાગી, એટલામાં ઈ બધ્યુય, ઝોલા ખાયને હુઈ ગયુ.
જઈ ઈસુ પાછો આવ્યો અને ત્રણેય ચેલાઓને હુતા જોયા, એણે સિમોન પિતરને કીધું કે, “હે સિમોન તુ હુતો છો? શું તુ એક કલાક પણ જાગી નથી હકતો?
ફરીથી આવીને તેઓને પાછા હુતા જોયા કેમ કે, તેઓ બોવ નીંદરમાં હતા. તેઓને ખબર પણ નોતી કે, જઈ એણે તેઓને ઉઠાડા તો તેઓને શું જવાબ આપવો જોયી.
એટલે સાવધાન રયો, ક્યાક એવુ નો હોય કે, તમારુ મન વધારે ખાવા પીવામાં, અને સાખેલા અને આ દુનિયાની બધીય સીન્તા નો કરો, અને ઈ દિવસે તમારે ગળા પાહો ખાધા જેવુ નો થાય.
જઈ ઈસુ પ્રાર્થના પુરી કરીને ઉભો થયો, તઈ પોતાના ચેલાઓની પાહે આવ્યો, અને દુખી થયને એના ચેલાઓને હુતા જોયા.
ઈ કારણે એવી એક કેવત છે, હે હુતેલાઓ ઉઠી જાવ અને મરણમાંથી જીવી ઉઠો, તો મસીહ પોતાનું અજવાળુ તમારી ઉપર સમકાયશે.