35 ઈ હાટુ ઈસુએ પોતાના ચેલાઓને કીધુ કે, “તમે જાણતા નથી કે, ઘરનો માલીક ક્યારે પાછો આયશે. ઈ હાટુ તમારે નજર રાખવી પડશે કેમ કે, હું ઘરનો માલીક, હાંજે કા અડધી રાતે કા હવાર થાતા પેલા કા હવારે પાછો આવી હકુ છું
લગભગ હવારના ત્રણથી છ વાગ્યાની વસ્સે ઈ દરિયા ઉપર હાલીને તેઓની પાહે આવ્યો.
ઈ હાટુ તમે જાગતા રેજો કેમ કે, તમે જાણતા નથી કે, ક્યાં દિવસે તમારો પરભુ આયશે.
પણ ઈ જાણો કે, ઘરનો માલીક જો જાણતો હોત કે, ક્યા વખતે સોર આયશે, તો પછી માલીક સોરને એના ઘરનો કમાડ તોડીને ઘરવા નો દેત, તો ઈ જાગતો રેય.
ઈ હાટુ તમે પણ મારા પાછા આવવા હાટુ તૈયાર રેજો કેમ કે, માણસનો દીકરો તમે વિસારયું નય હોય એવા ટાણે આયશે.
જોવો, જાગતા અને પ્રાર્થના કરતાં રયો કેમ કે, તમે જાણતા નથી કે, કયી આ વાતો થાહે.
અને જે હું તમને કવ છું, ઈજ બધાયને કવ છું: મારે આવવા હુધી તૈયાર રયો!”
ઈસુએ પિતરને કીધુ કે, “હું તને હાસુ કવ છું કે, આજે રાતે જ કુકડો બે વાર બોલ્યા પેલાથી, તું ત્રણ વાર બોલય કે તું મને ઓળખતો નથી.”
અને જઈ એણે જોયું કે, તેઓ હલેસા મારતા બીય ગયા છે, કેમ કે જોરથી પવન તેઓની હામે આવતો હતો, તઈ હવાર થાવાની પેલા ઈસુ દરિયા ઉપર હાલીને તેઓની પાહે આવ્યો; અને તેઓથી આગળ નીકળી જાવા માંગતો હતો.