Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 13:33 - કોલી નવો કરાર

33 જોવો, જાગતા અને પ્રાર્થના કરતાં રયો કેમ કે, તમે જાણતા નથી કે, કયી આ વાતો થાહે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 13:33
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈ હાટુ તમે જાગતા રયો કેમ કે, મારો પાછા આવવાનો વખત તમે જાણતા નથી.


આ બધીય ઘટના થયા પેલાથી, મે તમને આની વિષે બતાવ્યું છે. જેથી તમે મારા ચેલાઓ, સાવધાન રયો.


તમે પણ મારા પાછા આવવા હાટુ તયાર રેજો કેમ કે, માણસનો દીકરો તમે વિસારયું નય હોય એવા ટાણે આયશે.”


પણ તમારા બખતરની જેમ પરભુ ઈસુ મસીહને પેરી લ્યો અને તમારા દેહની ભુંડી ઈચ્છાઓ પુરી કરવા બાજુ ધ્યાન નો આપો.


જાગૃત રયો, વિશ્વાસમાં મકમ રયો, સાહસી માણસ બનો, વિશ્વાસમાં મજબુત બનો.


અને દરેક વખતે અને દરેક પરકારે આપડે એવી જ રીતે પ્રાર્થના કરવી જોયી જેમ પવિત્ર આત્મા દોરવણી કરે છે, અને વિનવણી કરતાં રયો, અને જાગતા રયો કે, બધાય પવિત્ર વિશ્વાસી લોકોની હાટુ સદાય વિનવણી કરો,


ઈ હાટુ સદાય પ્રાર્થના કરતાં રયો, જઈ તમે પ્રાર્થના કરો છો તો સાવધાન રયો અને સદાય હાટુ પરમેશ્વરનો આભાર માનો.


ક્યાક કોય પરમેશ્વરની કૃપા પામ્યા વગર રય નો જાય, કડવો છોડ મુળયેથી ઉગીને પોતાના ઝેર દ્વારા બીજાઓને નુક્સાન પુગાડે છે. તમારામાંનો કોય એના જેવો નો થાય ઈ હાટુ સાવધાન રયો.


બધીય વાતોનો અંત પાહે આવી ગયો છે, એટલે તમે સંયમી થાવ અને સાવધાન રયો, જેથી તમે પ્રાર્થના કરી હકો.


જાગૃત રયો કેમ કે, શેતાન તમારો વેરી તમારા ઉપર હુમલો કરવા ઈચ્છે છે, જેથી તમે પરમેશ્વરની આજ્ઞાનું પાલન નો કરો, ઈ ગરજનાર સિંહની જેવો છે જે આગળ-પાછળ જાતા જોવે છે કે, ઈ કોયને ખાય હકે.


મેલી આત્માઓએ શાસકોને અને એની સેનાઓને ઈ જગ્યા ઉપર ભેગા કરયા, જેને હિબ્રૂ ભાષામાં આર્માગેદન કેવામાં આવે છે. ઈ હાટુ પરભુ ઈસુએ કીધુ કે, “આ વાત હાંભળો, મારૂ આવવું સોરની આવવાની જેમ અસાનક થાહે, આશીર્વાદિત છે ઈ માણસ જે મારાં પાછા આવતાં હુધી જાગતા રેહે અને પોતાના લુગડા તૈયાર રાખો, તઈ તેઓ નાગા નય હોય અને કાય પણ એને શરમ નય લાગે પછી ઈ બારે ઘણાય લોકોની વસમા જ કેમ નો હોય.”


તુ જાગૃત થા, અને મારા ઉપરનાં તારા ભરોશાને મજબુત કર જ્યાં હુધી કે તારામાં થોડોક ભરોસો બાકી રયો છે કેમ કે, ઈ પુરેપુરો નાશ થાય નય, હું જાણું છું કે તારી ખોટ બોવ મોટી છે કેમ કે, તુ જે કરી રયો છો પરમેશ્વર એનાથી રાજી નથી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ