પરમેશ્વરે ઈ ભયાનક વખતને ઓછો કરવાનું નક્કી કરયુ છે, કા કોય પણ માણસ બસાવવામાં નો આવત. જીવતું નો રેત. ઈ દિવસો ઓછા કરી નાખશે, જેથી જે લોકોને એણે ગમાડયા છે એની મદદ થાય.
ઈસુ તેઓને કેવા લાગ્યો કે, સાવધાન રયો કે કોય તમને દગો નો આપે. કેમ કે, ઘણાય લોકો મારા નામનો ઉપયોગ કરીને આયશે. તેઓ કેહે કે, “હું મસીહ છું” અને હાસો વખત આવ્યો છે, “પણ તમે તેઓની વાહે જાતા નય.