15 જે ધાબા ઉપર હોય, ઈ ઘરમાંથી પોતાનો સામાન લેવા નીસે નો ઉતરે.
જે ખેતરમાં હોય, ઈ પોતાના લુગડા લેવા ઘરે પાછો નો જાય.
જઈ ઈ ભોજન ખાયને ધરાણા, તો ઘઉંને દરિયામાં નાખીને વહાણને હળવો કરવા મંડા.
જઈ નૂહે જે બાબત હજી હુંધી જોય નોતી, ઈ વિષે સેતવણી પ્રાપ્ત કરીને અને પરમેશ્વરની બીક રાખીને, વિશ્વાસથી પોતાના પરિવારના તારણ હાટુ વહાણ તૈયાર કરયુ, જેથી એણે જગતને અપરાધી ઠરાવ્યું અને વિશ્વાસથી જે ન્યાયીપણું છે, એનો ઈ વારસ થયો.