13 કેમ કે, તમે મારી ઉપર વિશ્વાસ કરો છો, ઈ હાટુ ઘણાય લોકો તમારી હારે વેર કરશે, પણ જે લોકો મોતની વખત હુધી મારી ઉપર વિશ્વાસ રાખશે એને જ પરમેશ્વર તારણ દેહે.
તઈ જે લોકો તમારો વિરોધ કરે છે; તેઓ તમને દુખ આપવા હાટુ પકડાયશે અને તમને મારી નાખશે કેમ કે, તમે મારા ઉપર વિશ્વાસ કરો છો, એની લીધે બધીય જાતિના લોકો તમારી ઉપર વેર રાખશે.
ઈ વખતે જે લોકો મારી ઉપર વિશ્વાસ નથી કરતાં ઈ એના ભાઈઓને પકડાયશે, જે મારી ઉપર વિશ્વાસ કરે છે એને મારી નાખશે, માં-બાપ પોતાનાં દીકરાની હારે પણ એવું જ કરશે. બાળકો માં બાપની હામે ઉઠીને તેઓને મરવી નાખશે.
તમે આશીર્વાદિત છો, માણસના દીકરાની ઉપર વિશ્વાસ કરવાને લીધે લોકો તમારો વિરોધ કરશે, અને તમને બારે કાઢી મુકશે, અને મેણા મારશે, અને તમારુ નામ ભુંડું માનીને કાઢી નાખશે.
આશીર્વાદિત છે ઈ માણસ, જે પરીક્ષણોમાં ઉભો રેય છે, કેમ કે, તેઓ પોતાના વિશ્વાસમા સાબિત થયા પછી ઈ અનંતજીવનનો મુગટ પામશે, જેનો વાયદો પરમેશ્વરે ઈ બધાય લોકો હાટુ કરયો છે; જે એને પ્રેમ કરે છે.
ઈ દુખોથી બીમાં જે તને મળશે. શેતાન તમારામાથી થોડાકને જેલખાનામાં નાખવાનો છે, જેથી તેઓ તમારી પરીક્ષા કરી હકે. તમે દસ દિવસ હાટુ મોટી મુસીબતોનો અનુભવ કરશો. પણ મારી ઉપર વિશ્વાસ કરવાનું કોયદી છોડતા નય, ભલે તમને મારી નાખવામાં આવે કેમ કે, હું તમને તમારી જીતના ઈનામની જેમ અનંતજીવન આપય.