11 જઈ તમારી ધરપકડ કરવામા આયશે અને કોરાટમાં મુકદમો હાલશે, તો પેલાથી ઉપાદી નો કરતાં પણ જે કાય પરમેશ્વર તમને બોલાયશે ઈજ બોલવું, કેમ કે, તમે ઈજ શબ્દ બોલશો જે પવિત્ર આત્મા તમને બોલાયશે નય કે, તમારી તરફથી હશે.
ઈ વખતે જે લોકો મારી ઉપર વિશ્વાસ નથી કરતાં ઈ એના ભાઈઓને પકડાયશે, જે મારી ઉપર વિશ્વાસ કરે છે એને મારી નાખશે, માં-બાપ પોતાનાં દીકરાની હારે પણ એવું જ કરશે. બાળકો માં બાપની હામે ઉઠીને તેઓને મરવી નાખશે.
પણ ઈ બધુય થયા પેલા મારા નામને લીધે તેઓ તમને પકડશે, તમને સતાયશે અને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં અને જેલખાનાનાં અધિકારીઓના હાથમાં હોપશે, અને રાજાઓ અને રાજ્યપાલની હામે લય જાહે.
જઈ પ્રાર્થના પુરી કરી લીધી, તો ઈ જગ્યા હલી ગય જ્યાં ઈ બેઠા હતાં, અને ઈ બધાય પવિત્ર આત્મામાંથી ભરપૂર થય ગયા, અને ઈ પરમેશ્વરનાં વચનનો દ્રઢતાથી પરચાર કરવા મંડયા.
પરમેશ્વરે તેઓને બતાવ્યું કે, ઈ તેઓને આ સંદેશાનો ખુલાશો એની પોતાની હાટુ નથી કરી રયો, પણ ઈ તમારી હાટુ કરી રયો છે. તેઓએ આ સંદેશાને તમારી હામે જાહેર કરયો કેમ કે, પવિત્ર આત્મા જેને પરમેશ્વરે સ્વર્ગથી મોક્લ્યો હતો એને આવી વાતુ કેવામાં મજબુત બનાવ્યો; જે વાતુ જાણવાની ધગસ સ્વર્ગદુતો હોતન રાખે છે.