7 પણ જઈ ખેડૂતોએ એના દીકરાને આવતો જોયો તો તેઓએ એકબીજાથી કીધુ કે, “ઈ આજ છે જે દ્રાક્ષના ખેતરને વારસામાં લેહે, હાલો આપડે એને મારી નાખી, જેથી વારસો આપડો થાય.”
તઈ યહુદી આગેવાનોએ એને પકડવા માગ્યો કેમ કે, તેઓ હમજી ગયા હતાં કે, એણે આપડી વિરુધ આ દાખલો કીધો છે. પણ તેઓએ એને પકડયો નય કેમ કે, તેઓ લોકોથી બીતા હતા. ઈ હાટુ તેઓ ઈસુને મુકીને વયા ગયા.
હવે ન્યા માલિક પાહે ફક્ત એક માણસ મોકલવા હાટુ બાકી હતો જે એનો વાલો દીકરો હતો, છેલ્લે એણે એવુ વિસારીને એને મોકલ્યો કે, “ઈ લોકો તો કદાસ મારા દીકરાનું માન રાખશે.”
તમારા વડવાઓએ દરેક આગમભાખીયાઓને સતાવ્યા, જેને પરમેશ્વરે મોકલા હતા. તેઓએ ઈ આગમભાખીયાઓને મારી નાખ્યા જેણે મસીહ જે ન્યાયી છે એના આવવાની આગમવાણી કરી અને હવે તમે એને પકડનારા અને મારી નાખનારા બની ગયા.